કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતાં યુવાનને ટીબીની બીમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામની સીમમાં રહેતા ધરમશીભાઈ કાનાભાઈ ડાભી નામના 43 વર્ષના યુવાનને ટીબીની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ બાબુભાઈ દેવશીભાઈ ડાભીએ સ્થાનિક પોલીસને કરી છે.