જામનગર તાલુકાના સીક્કા ગામમાં બંદરે આવેલા રશિયન શીપના ક્રુ મેમ્મરનું બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે બેડી મરીન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, રશિયાથી પનામા એમ વી ચાર્વી નામની શીપ ક્રુડ ઓઈલ ભરીને ભારતમાં જામનગર તાલુકાના સીક્કા ગામના બંદરે દરિયાઈ માર્ગે આવી રહ્યું હતું તે દરમિયાન દરિયાઈ માર્ગમાં ગત તા.7 ના રોજ સવારના સમયે રશિયાના ક્રુ મેમ્બર યોર્યસ્મોલ યાનીનોવ (YURYSMOL YANINOV) (ઉ.વ.54) નામના પ્રૌઢ તેની કેબિનમાં બેશુધ્ધ થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જોબીન થોમસ વર્ગીસ નામના યુવાન દ્વારા જાણ કરાતા બેડી મરીન પોલીસે સિક્કા બંદરે જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.