મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય તરૂણીને ગત તારીખ 10 માર્ચના રોજ એક બાળકનો જન્મ થયો હતો. સાત મહિનાના અધૂરા પોષણ બાદ અવતરેલા આ બાળકનું વજન ઓછું હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુરના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા જે-તે સમયે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી. શ્રમિક પરિવારની આ તરુણી થોડા સમય પૂર્વે જ અત્રે આવી હતી. મૃતક બાળકનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક બાળકના માતાની જાણ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કાર્યવાહી કરી હતી.