ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાના પત્ની સરોજબા (ઉ.વ. 35) છેલ્લા આશરે 6 માસથી ગર્ભવતી હોય ગઈકાલે ગુરુવારે તેણીનું બીપી વધી જતા તેને ખેંચ આવી ગઈ હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાએ ખંભાળિયા પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો.