જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે પડખામાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં બીમારી સબબ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતાં જેશાભાઇ મેશુરભાઈ ચુંચર (ઉ.વ.59) નામના પ્રૌઢને ગત તા. 4 ના રોજ તેણીના ઘરે પડખામા દુ:ખાવો થતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું કિડની તથા ફેફસાની બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી બી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.