Saturday, March 14, 2026
Homeરાજ્યજામનગરનદીમાં ડૂબી જતા આધેડ નુ મૃત્યુ

નદીમાં ડૂબી જતા આધેડ નુ મૃત્યુ

જામજોધપુર માં બિલેશ્વર નદીમાં ન્હાવા જતા 42 વર્ષના આધેડ નુ ડૂબી જતા મૃત્યુ થયું છે. પોલીસ દ્વારા મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર માં તરસાઈ ગામે નવી નિશાળ ની બાજુમાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ પરમાર (ઉ. વ. 42) બિલેશ્વર નદીમાં ન્હાવા જતા નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. આ અંગેની દિનેશભાઇ નાથાભાઈ પરમાર દ્વારા જાણ કરાતા જામજોધપુર ના એ.એસ.આઈ વી. ડી. રાવલિયા એ મૃતદેહ ને પી. એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular