Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબુટાવદરમાં હિંચકો ખાતા સમયે ગળેટૂંપો આવી જતાં બાળકીનું મોત

બુટાવદરમાં હિંચકો ખાતા સમયે ગળેટૂંપો આવી જતાં બાળકીનું મોત

ગામની સીમના ખેતરમાં બનાવ : ભણગોરમાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના વાડી વિસ્તારમાં રહેતાં શ્રમિક પરિવારની પુત્રી હિંચકા ખાતી હતી તે દરમિયાન અકસ્માતે ગળેટૂંપો આવી જતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા વિરમભાઈ ભૂપતભાઈ ચંદ્રાવડિયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના નાથુભાઈ રાધુભાઈ ભાભર નામના પરપ્રાંતિય શ્રમિક યુવાનની પુત્રી પુજા (ઉ.વ.12) વાડીમાં આવેલા એક ઝાડની ડાળીમાં દુપટ્ટાનો હિંચકો બનાવી તેમાં હિંચકો ખાઈ રહી હતી તે દરમિયાન એકાએક ગળેટૂંપો આવી જતાં તેણી બેશુધ્ધ બની હતી. આ સમયે ખેતરમાં મજૂરી કામ કરતા પૂજાના માતા-પિતાનું ધ્યાન પડતા તુરત જ પુત્રી પુજાને ઝાડની ડાળીમાંથી નીચે ઉતારી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એેએસઆઈ એમ.જી. ચનિયારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી જામજોધપુર પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા પ્રવિણભાઈ પરષોતમભાઈ બારડ (ઉ.વ.57) નામના પ્રૌઢ તેના ઘરની બહાર બેઠા હતાં તે દરમિયાન બુધવારે સાંજના સમયે એકાએક હૃદયરોગનો હુમલો આવતા લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જયેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular