જામનગર શહેરમાં ગાંધીનગર જવાના માર્ગ પર આવેલા ભૂતિયા બંગલા પાછળના પાણીના ખાડામાં ન્હાવા પડેલા નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, નેપાળના મંગલસેન જિલ્લાના બાન્નેગઢી ગામના વતની અને જામનગરમાં ગીતા મંદિર પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો લક્ષ્મણ ક્રિષ્ના પરિયાર (ઉ.વ.9) નામનો અભ્યાસ કરતો બાળક ગુરૂવારે સાંજના સમયે ગાંધીનગર રોડ પર આવેલા ભૂતિયા બંગલા પાછળના પાણીના મોટા ખાડામાં ન્હાવા પડયો હતો. અકસ્માતે આ પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને બહાર કાઢયો હતો. આ અંગે દિપક ક્રિષ્ના પરિયાર દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


