Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા નજીક કાર અકસ્માતમાં ભોગતના આધેડનું મૃત્યુ

દ્વારકા નજીક કાર અકસ્માતમાં ભોગતના આધેડનું મૃત્યુ

અન્ય રાહદારીઓ ઘવાયા: ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર ઓખા મઢી અને ભીમરાણા ગામ વચ્ચે શનિવારે બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-38-બી-5621 નંબરના બલેનો મોટરકારના ચાલક એવા અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહેતા ચિતરાજસિંહ બાબુભાઈ ચૌહાણ દ્વારા ગફલતભરીરીતે પોતાનું વાહન ચલાવી, અકસ્માત સર્જતા આ માર્ગ પર જઈ રહેલા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ધરણાંતભાઈ મુરુભાઈ કરમુર નામના 50 વર્ષના આહિર આધેડને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ માર્ગ પર જઈ રહેલા અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જયંતીભાઈ મહાદેવભાઈ પટેલ અને ભોગાત ગામના પ્રવીણભાઈ ધરણાંતભાઈ કંડોરીયા સહિતના વ્યક્તિઓને ફ્રેકચર સહિતની ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અકસ્માત અંગે બોપલ- અમદાવાદના નવીનભાઈ નારણભાઈ પટેલ (ઉ.વ. 65) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બલેનો કારના ચાલક ચિતરાજસિંહ બાબુભાઈ ચૌહાણ સામે આઇપીસી કલમ 279, 304(અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular