Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકલ્યાણપુર તાલુકાના પટેલકાની પરિણીતાનું દાઝી જવાથી મોત

કલ્યાણપુર તાલુકાના પટેલકાની પરિણીતાનું દાઝી જવાથી મોત

ચા બનાવતા સમયે ચૂલામાં કેરોસીન નાખતા ભડકો : શરીરે દાઝી જતાં સારવાર દરમિયાન મૃત્યુ : હાપા લાખાસરમાં પગ અને માથાના દુ:ખાવાથી કંટાળી યુવતીનો આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

પ્રથમ બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા દેવેન્દ્રભાઈ વેજાણંદભાઈ ચાવડા નામના યુવાનના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ. 26) ગત તા. 22 મીના રોજ તેમના ઘરે ચુલા પર ચા બનાવી રહ્યા હતા, ત્યારે ચૂલો સળગતો ન હોવાથી તેણીએ ચુલામાં કેરોસીન નાખ્યું હતું. જેથી અચાનક થયેલા ભડકામાં તેણીએ પહેરેલા કપડામાં આગ લાગી જતા તેણીને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વઘુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક લક્ષ્મીબેનનો લગ્નગાળો છ વર્ષનો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ દેવેન્દ્રભાઈ ચાવડા દ્વારા જાણ કરતા કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ડાડુભાઈ ધનાભાઈ છૈયા યુવાનની પુત્રી વર્ષાબેનના માથા તથા પગના સતત દુ:ખાવો થતો હતો અને આ દુ:ખાવાથી કંટાળીને તેણીએ ઘઉંમાં નાખવાની ગોળીઓ ગળી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેથી આ અંગે મૃતકના પિતા ડાડુભાઈ છૈયા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular