Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની સારવાર દરમ્યાન મોત, કોવિડ ડેથ ગણાશે

કોરોનાની સારવાર દરમ્યાન મોત, કોવિડ ડેથ ગણાશે

અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

- Advertisement -

કોવિડ-19 સંક્રમિત દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, કોવિડ-19થી સંક્રમિત દર્દીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક અથવા કોઈપણ કારણ હોઈ શકે છે પરંતુ તેને કોરોનાના કારણે થયેલું મૃત્યુ જ માનવામાં આવશે. કુસુમલતા અને અન્ય લોકોની અરજીઓ પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ વિક્રમ ડી ચૌહાણની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડ પીડિતોના મૃત્યુ બાદ તેમના આશ્રિતોને 30 દિવસની અંદર અનુગ્રહ રકમ ચૂકવવાની રહેશે અને એક મહિનામાં ચૂકવવામાં ન આવે તો તે રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવી જોઈએ.

- Advertisement -

કોર્ટે એમ પણ કહ્યુ કે કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં થયેલા મૃત્યુ પુરાવાના માપદંડને પૂર્ણરીતે સાચા સાબિત કરે છે. હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણનો ઉલ્લેખ કરતા મેડિકલ રિપોર્ટ કોવિડ-19 સંક્રમણથી અલગ કરીને ન જોઈ શકાય. કોવિડ-19 એક સંક્રમણ છે. આ સંક્રમણ કોઈપણ અંગને અસર કરી શકે છે. જેના કારણે લોકોના મોત થઈ શકે છે. કોરોના ફેફસાં અને હાર્ટને નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેક મૃત્યુનું કારણ બની શકે છે.હાઈકોર્ટે સંક્રમણ પછી મૃત્યુ માટે 30 દિવસની સમય મર્યાદાને પણ ખોટી ગણાવી છે. કોર્ટે સરકારને આ અરજી દાખલ કરનાર અરજદારને 25,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હવે આ આદેશ બાદ તે પરિવારોને થોડી રાહત મળશે જેમના મૃત્યુનું કારણ કોવિડ -19 માનવામાં આવતું ન હતું જ્યારે તેઓ કોવિડ સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular