Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદરેડમાં બાંધકામ સમયે કોન્ટ્રાકટર યુવાનનું વીજશોક લાગતા મોત

દરેડમાં બાંધકામ સમયે કોન્ટ્રાકટર યુવાનનું વીજશોક લાગતા મોત

બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં બાંધકામ સાઈટ પર સળિયાનું પાંજરુ ઉભુ કરતા સમયે યુવાન દ્વારા પાંજરુ ઈલેકટ્રીક વાયરને અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ડોનિશ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.39) નામનો યુવાન જામનગર તાલુકાના દરેડ ગામમાં રામ મંદિર પાસે 24 ઓરડીઓના બાંધકામની સાઈટ પર શુક્રવારે બપોરના સમયે સેન્ટીંગ કામ ચાલુ હતું ત્યારે ડોનિશભાઈ લોખંડના સળિયાનું પાંજરુ ઉભુ કરીને લેન્ટરમાં ગોઠવવા જતાં હતાં ત્યારે ઉપરથી પસાર થતી ઈલેકટ્રીક લાઈનના વીજવાયરને અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયા હતાં. જેથી યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મયુરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.કે.ચનિયારા દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પંચ બી પોલીસ સ્ટેશનમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular