ખોડિયાર કોલોની વિસ્તારમાં વાછડા દાદાના મંદિર પાસેની ખુલ્લી ગટરમાંથી નવજાત શીશુ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ છે.
અરેરાટી જનકના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પાસેના ગોલ્ડન સીટી રોડ પર વાછડા દાદાના મંદિર પાસે સોનલ નગરની ખુલ્લી ગટરમાંથી આજે બપોરના સમયે નવજાત શીશુ મળી આવ્યું હતું. આ અંગેની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને આ નવજાત શીશુને ગટરમાંથી કોઇ કુતરું ખેંચીને બહાર લઇ જતાં સમયે નજરે પડતાં કુતરું શીશુને મુકીને જતું રહ્યું હતું. ત્યારબાદ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી ગયો હતો અને નવજાત શીશુ જીવીત છે કે, કેમ ? તે અંગેની તપાસ આરંભી હતી. તપાસમાં નવજાત શીશુનું મોત નિપજયાનું જણાતા પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.