અમેરિકાની કંપની મોડર્નાની કોરોના રસીને ડીસીજીઆઇએ ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. સિપલા આ વેકસીનને હવે ભારતમાં આયાત કરી શકશે.
મોડર્ના કંપનીની આ રસી ભારતમાં ચોથી વેકસીન હશે. જેને ભારતમાં મંજૂરી મળી છે. ડીસીજીઆઇએ એક જુનના રોજ વિદેશી વેકસીનના નિયમોમાં છૂટછાટ આપી હતી. ડીસીજીઆઇ એ જણાવ્યું હતું કે, જો કોઇ વેકસીનને અમેરિકા, યુરોપ, યુકે, જાપાન તથા ડબલ્યુએચઓની મંજૂરી મળી છે તો તેને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલની જરૂર નથી. ડબલ્યુએચઓએ મોડર્ના વેકસીનને અગાઉથી જ મંજૂરી આપી છે. ડબલ્યુએચઓમાં જણાવ્યા અનુસાર મોડર્ના ની વેકસીન કોરોના વિરૂધ્ધ 94.1% અસરકારક છે.