જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા શ્રમિક પ્રૌઢે તેની પુત્રીને પ્રેમ સંબંધ મામલે આપેલા ઠપકાનું લાગી આવતા તરૂણીએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આલ્ફા સ્કૂલ સામેની શેરીમાં રહેતા બિહારના વતની અને મજૂરી કામ કરતા ક્રિષ્ના મહતો ભરત મહતો કુશ્વાહ નામના પ્રૌઢની પુત્રી ખુશ્બુ કુશ્વાહ (ઉ.વ.16) નામની તરૂણીને તેણીના પિતાએ પ્રેમ સંબંધ મામલે શંકા જતા પુત્રીને ઠપકો આપતા મનમાં લાગી આવતા ગત તા.02 ના રોજ બપોરના સમયે તેણીના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બેશુદ્ધ હાલતમાં તરૂણીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.