Thursday, December 18, 2025
Homeખબર સ્પેશીયલલંડનમાં રહીને પણ ભુલાઇ નથી માતૃભૂમિ જામનગરની દીકરીએ કર્યુ અનોખુ સેવાકાર્ય -...

લંડનમાં રહીને પણ ભુલાઇ નથી માતૃભૂમિ જામનગરની દીકરીએ કર્યુ અનોખુ સેવાકાર્ય – VIDEO

બાળકોને કેસર દુધ, સુરક્ષાકર્મીઓને ડ્રાયફુટ અને હોમગાર્ડઝ જવાનોને સંકુલમાં જરૂરી સેવા પુરી પાડી

જામનગરની ધરતી એટલે દાતારો અને શુરવીરોની ધરતી ત્યારે આજે આપણી આ પરંપરાને વિદેશમાં રહીને પણ જીવંત રાખનાર જામનગરની દીકરી કે જે હાલ લંડન સ્થીત છે તેની વિવિધ સેવાકાર્યને પ્રવૃતિ સૌને પ્રેરણા આપી છે. પારસધામ સંસ્થાના સહયોગ દ્વારા જામનગરમાં વિવિધ સેવાયજ્ઞો કરી એક ઉદાહરણ પુરૂ પાડયુ છે.

- Advertisement -

જામનગરની દીકરી અને હાલ લંડન સ્થીત એવા જીજ્ઞાસાબેન વીભાકરને અચાનક ત્રણ વર્ષ પહેલા કેન્સર જેવી બીમારી આવી પડી ત્યારે આવા સમયમાં તેમની કલકતા સ્થીત મીત્રએ તેમને ગુરૂદેવ નમ્રમુની મહારાજના પ્રવચન સાંભળવાની સલાહ આપી અને ત્યારથી તેમનું જીવન બદલાયું તેમને આવા કપરા સમયમાં ગુરૂદેવ નમ્રમુની મહારાજના પ્રવચનો સાંભળ્યા અને તેમને સર્જરી બાદ તાકાત મળી અને તેમના કર્મોનો ઉદય થયો અને જીવવાની પ્રેરણા મળી ત્યારબાદ તેઓ પારસધામ સંસ્થા સાથે જોડાયા અને તેમના દ્વારા ચલાવામાં આવતી વિવિધ સેવાકીય કામગીરી સાથે જોડાયા. મહારાજશ્રી કહેતા કે જે તમે ખાઓ છો તે બીજાને ખવડાવો જે વચન દ્વારા તેઓ લંડનથી કેસર વાળુ ગરમ દુધ પીવડાવ્યુ. આ ઉપરોકત તેઓ પોતાના પુત્રને પણ સાથે લાવ્યા અને તેમને પણ સંસ્કાર આપીને આવા સેવાના કાર્યો સાથે જોડાવાની પ્રેરણા આપી વિભાપરની સ્કૂલ અડોપ્ટ કરી.

- Advertisement -

જામનગરમાં રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિજી મહારાજ સાહેબની કૃપાથી પારસધામ સંસ્થા દ્વારા વિવિધ સેવા યજ્ઞો કરવામાં આવે છે. ગરીબીને ભોજન, ગરમ કપડા, ધાબડાનું વિતરણ, છાસ વિતરણ, મેડીકલ સહાય, અહેમ આહાર દ્વારા બાળકો સુધી પોષણયુકત આહાર પહોંચાડવામાં આવે છે. ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આમ અહેમ આહાર અને લુકષ્લર્ન દ્વારા નાના બાળકો સુધી આપણી સંસ્કૃતીને પહોંચાડવામાં આવે છે તો કેન્સર અને બાયપાસ જેવી બીમારીઓમાં પણ દર્દીઓને સેવા આપવામાં આવે છે.

આ તકે જિલ્લા હોમગાર્ડ કચેરી કમાન્ડન્ટ ગીરીશભાઇ સરવૈયાના માર્ગદર્શન હેઠળ મહિલા બાળ મીત્ર અને હોમગાર્ડ સ્ટાફ ઓફીસર મહિલા પ્રેક્ષાબેન ભટ્ટએ જણાવ્યું હતું કે જિલ્લા હોમગાર્ડ કચેરીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા હતી. જેના કારણે ગ્રાઉન્ડમાં ઝાડપાનને પુરતુ પોષણ મળતુ ન હતું અને આ સમસ્યા વિશે જાણતા પારસધામ અને જીજ્ઞાસાબેન દ્વારા સંકુલમાં જમીનમાં ઉંડો ટાંકો કરવાનું કાર્ય પાર પાડવા માટે સહાય આપવામાં આવી હતી તો દરેક હોમગાર્ડના જવાનોને ડ્રાયફુટના પેકેટસ આપવામાં આવ્યા હતાં. આમ, જીજ્ઞાસાબેનના આ સેવાકાર્યો જોઇને એ તો સાબીત થાય છે કે વ્યકિતનું સરનામુ ભલે બદલે છે પરંતુ તેના સંસ્કાર અને રાષ્ટ્ર માટેની તેની ભાવના અને માતુભૂમિ પ્રત્યેનું ઋણ કયારેય બદલાતુ નથી. આજના યુવાનોને પણ જેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર એટલે જીજ્ઞાસાબેન વીભાકર.

- Advertisement -

આ તકે આ સેવાકીય પ્રવૃતિમાં હોમગાર્ડ કચેરી ખાતે કાર્યક્રમમાં જીજ્ઞાસાબેન વિભાકર, પારસધામ સંસ્થાના ફાઉન્ડર પ્રદીપભાઇ ખજુરીયા અને વી.પી. મહેતા, સંસ્થાના પ્રેસીડેન્ટ ચેતનભાઇ શાહ, સુભાષભાઇ મહેતા, વ્રજલાલભાઇ પાઠક, જામનગર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશભાઇ સરવૈયા, મહિલા બાળમીત્ર હોમગાર્ડ સ્ટાફ ઓફીસર પ્રેક્ષાબેન ભટ્ટ સહિતના હોમગાર્ડના જવાનો તેમજ પારસધામ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular