જામનગર તાલુકાના ધુંવાવ ગામના દલિતવાસમાં રહેતી તરૂણીને મોડા ઉઠવા બાબતે માતા દ્વારા અપાયેલા ઠપકાનું મનમાં લાગી આવતા તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં આવેલા દલીતવાસમાં રહેતા દિનેશ બાબુભાઈ પરમાર નામના શ્રમિક યુવાનની પુત્રી શિતલ (ઉ.વ.16) નામની તરૂણીને તેણીની માતા ધનીબેન દ્વારા અવાર-નવાર કામ બાબતે ઠપકો આપતો હતા તેમજ મોડી ઉઠતી હોય જેથી મંગળવારે સવારે મોડા ઉઠવા બાબતે તેની માતાએ ઠપકો આપતા આ ઠપકાનું મનમાં લાગી આવતા મઘ્યરાત્રિના સમયે તેણીના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગેની જાણ મૃતકના પિતા દિનેશભાઈ દ્વારા કરાતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.