Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય હકુભાના સુખદ સ્વાસ્થ્ય માટે દશાંશ હવન યોજાયો

ધારાસભ્ય હકુભાના સુખદ સ્વાસ્થ્ય માટે દશાંશ હવન યોજાયો

- Advertisement -

કોરોનાકાળ દરમિયાન તાજેતરમાં જ જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) તથા તેમના પરિવારના સદસ્યને કોરોના થતાં તેના સ્વસ્થ જીવન માટે અને સુખદ સ્વાસ્થ્ય માટે મહાદેવ કલાસીસ પરિવાર મિતેષભાઇ તથા તેમના ગ્રુપ દ્વારા ભાગવત આચાર્ય રૂપેષભાઇ પુરોહિતના યજ્ઞ આચાર્યપદે સવા લાખ મૃત્યુંજય મંત્ર જાપ તથા દશાંશ હવનનું આજરોજ ખોડિયાર મંદિર નાગેશ્ર્વર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, કોર્પોરેટર સુભાષભાઇ જોષી, રાજભા તથા અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular