Thursday, November 21, 2024
Homeખબર સ્પેશીયલઅંધકાર, એ ફક્ત પ્રકાશની ગેરહાજરી છે

અંધકાર, એ ફક્ત પ્રકાશની ગેરહાજરી છે

- Advertisement -

(જ્યાં પ્રકાશના ફક્ત એક કિરણથી,
ચોતરફ અજવાશ થઇ જતો હોય છે.)
કંઈ પણ કાયમી હોતું નથી, પરિવર્તનને માત્ર સમયની જરૂર છે.
અંધકાર બાદ અજવાશ જ છે, માત્ર આપણે ધીરજની જરૂર છે.

- Advertisement -

જીવનમાં વેદના અને સંવેદના, સુખ અને દુ:ખ, આવવું અને જવવું તથા મેળવવું અને ગુમાવવા, વચ્ચે જીવન વારંવાર પરિવર્તન કરતુ હોય છે. સમય બળવાન છે અને સમયથી વિશેષ, સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ શક્તિશાળી રહ્યું નથી. પદ, પ્રતિષ્ઠા, પ્રભાવ અને પ્રતિભા એ કોઈ પણ વ્યક્તિના સ્વતંત્ર પરિબળ નથી પરંતુ સમયના મન અને ઈચ્છા પ્રમાણે ચાલતા પાસાઓ છે. સમય બદલાતો રહે છે, પરિવર્તન આવતું રહે છે અને તેમની વચ્ચે વ્યક્તિ માત્ર નિમીત બનતો રહે છે. સમય અને યુગના આ કાળમાં, ફક્ત ઈચ્છા પ્રમાણે અથવા આપણા જોઈતા પ્રમાણે, બ્રહ્માંડમાં કંઈ ફેરફાર નથી થતા, ત્યારે આપણા પક્ષમાં અથવા આપણી તરફેણમાં જયારે પરિણામ આવતું હોય છે, ત્યારે આપણા સિવાય અન્યને જશ આપવાનું અચૂક ભૂલતા હોઈએ છીએ પણ જયારે આપણે ફરી પ્રકાશ લઇ આવવા, આપણાથી થતા તમામ ઉપાયો અને પ્રયત્નો કરતા હોઈએ છીએ.

જીવનમાં કશું કાયમી નથી અથવા પરિવર્તન આવતું જ હોય છે, તે વાતથી પરિચિત અને સંપૂર્ણ જાણકાર હોઈએ છીએ, તેમ છતાં જયારે આપણી ઈચ્છા અને અપેક્ષા વિરુદ્ધ થતું હોય, ત્યારે બ્રહ્માંડ અને સૃષ્ટિના નિયમને ખોટું અને ખરાબ ગણતા હોઈએ છીએ, જયારે આપણી ઈચ્છા અને પક્ષમાં તથા તરફેણમાં આવતું હોય છે, ત્યારે આપણને એ જ બ્રહ્માંડનો નિયમ તથા સૃષ્ટિનો એ સિદ્ધાંત યોગ્ય લાગતો હોય છે. આ આપણી માનસિકતા તથા દ્રષ્ટિકોણ થોડો અયોગ્ય છે અને ગેરવ્યાજબી છે. બ્રહ્માંડ અને સૃષ્ટિનો એક ચોખ્ખો અને નૈતિક સિદ્ધાંત છે અને તે છે સતત પરિવર્તન, ત્યારે આપણા બોલવાથી અને ફરિયાદ કરવાથી, એ એમના નિયમમાં કદાપી પક્ષ પલટો નથી કરતુ, ત્યારે આપણી સાથે જયારે આપણાથી વિરુદ્ધ થતું હોય છે, આપણા તમામ કાર્યો નિરર્થક જતા હોય છે, ત્યારે આપણે તેમાંથી બહાર આવવા ફાંફા મારતા હોઈએ છીએ અને શક્ય તેટલા જલ્દી આપણા હિતમાં થવા, કોશિષ કરતા હોઈએ છીએ.
સફળતા શું છે? આપણા પ્રયત્નોની સાથે સાથે, તે નિષ્ફળતાની ગેરહાજરી છે. તેમ જીત શું છે? તે પણ હારની ગેરહાજરી છે અને પ્રકાશ શું છે? તે પણ એક અંધકારની ગેરહાજરી છે. આ તમામ કોઈ પણ પાસની એક જ બાજુ છે, જયારે અન્ય બાજુ શું છે? સફળતા બાદ, ક્યારેક નિષ્ફળતાની હાજરી છે, જીત બાદ હાર પણ છે અને પ્રકાશ બાદ અંધકાર પણ છે. આ કોઈ વિપરીત કે વિરોધી વાત નથી પરંતુ કોઈ પણ ઘટનાની આ એક પણ શક્યતા છે, તેમ આપણા પ્રયત્નો છે, આપણી મહેનત છે અને આપણા કર્મો છે. કોઈ પણ ઘટનાની નબળી અને તેમની એ વાસ્તવિકતા સાથે આપણે ગભરાઈએ નહી પણ તે પણ એક વાસ્તવિકતા છે, તે સ્વીકારીએ અને ત્યારબાદ આપણે જે કરી શકવા સક્ષમ છીએ તે કરીએ અને અન્ય કામ આપણે સમય પર રાખીએ. પરિવર્તન થશે અને સમય આવશે, ત્યારે તેમની સાથે પણ ઘણું બદલશે.

- Advertisement -

નિષ્ફળતા, હાર અને જીવનમાં કોઈ પણ અંધકાર બાદ, આપણે આપણને, આપણા પ્રયત્નો અને આપણી મહેનતને દોષી ન ગણીએ પરંતુ આપણા પર વિશ્વાસ રાખીએ, એ અંધકાર અને તમામ મુશ્કેલીઓ ફક્ત સમયને આધીન જ છે અને તાત્પૂરતું જ છે. જીત, સફળતા અને પ્રકાશ આ તમામ પણ ફરી આવશે અને ફરી આપણને પ્રકાશિત કરશે અને પ્રખ્યાત કરશે. પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવ પણ ચમકશે. જીવનની આ ભાગ-દોડમાં, કશું અલિપ્ત નથી, ફક્ત એકની ગેરહાજરી છે ત્યારે અન્યની હાજરી થકી, જીવનમાં ઉતાર અને ચડાવ આવતા હોય છે. નબળા સમયમાં, આપણા પરનો કાબૂ ન ખોઇએ, એ નબળા સમયનું પરિવર્તન થઈને ફરી સબળા સમય થકી, આપણને આપણી ઈચ્છા પ્રમાણેનું અથવા જોઈતું મેળવવા મદદ કરશે.

સંસારમાં કંઈ પણ કાયમી શા માટે નથી? પરિવર્તન જ સંસારનો નિયમ શા માટે છે? સારા સમય થાકી આપણને જોઈતું આપે છે જયારે પરિવર્તન થકી, આપણા વિરુદ્ધ થકી, પદ, પ્રતિષ્ઠા, પ્રભાવ અને પ્રતિભા આપણા નથી. આપણે એમની પર દંભ ન કરીએ, પણ એ તમામ કિર્તી પણ સમયની જ છે અને અંધકાર બાદ, અજવાશનું કામ પણ સમયનું જ છે, જેમનો આભાસ કરાવવા, પરિવર્તન આવે છે. સંસારનો કોઈ પણ સિદ્ધાંત અને નિયમ, નિરર્થક નથી પણ આપણે એ નિયમ અને સિદ્ધાંતને જળમૂળથી જાણવાની જરૂર છે અનેક કિર્તી બાદ, સમય જયારે અંધકાર કરે છે, ત્યારે એ તમામ અર્થવિહીન બને છે અને જયારે અંધકાર બાદ, સારા સમયની પ્રકાશનું એક કિરણ જયારે અંધકાર પર પડે છે ત્યારે આપણા જીવન કરતા, આપણા મનમાં અજવાશ છવાઈ જતો હોય છે, તે છે હાજરી અને ગેરહાજરીનું પરિણામ.

- Advertisement -

સમયના દરિદ્રતાના ખપ્પરમાં હોમાઈ ગયેલા પરિવર્તનની એક વાત છે,
સમૃદ્ધતાના સાક્ષરમાં ફરી પ્રકાશિત થયેલા સમયની વાત છે,
અંધકાર, નિષ્ફળતા અને હાર બાદ થોડી ધીરજની વાત છે,
પ્રભાવ, પ્રતિષ્ઠા અને પદ થકી આ તો, થોડા પરિવર્તનની વાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular