પેટ્રોલના ભાવોએ પહેલાં જ સદી ફટકારી દીધી હોય હવે રાંધણગેસનો બાટલો પણ એક હજારો બની ગયો છે. ફાટફાટ થઇ રહેલી મોંઘવારીને આજે ગેસના બાટલામાં થયેલા રૂા. 50ના વધારાએ વધુ ભડકાવી છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા રાંધણગેસના બાટલામાં આજે રૂા. 50નો વધારો કરવામાં આવતાં બાટલાની કિંમત રૂા. 1000ને પાર કરી ગઇ છે.
આજે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે 1 મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે. જાણો 1 મેના રોજ જેટ ફ્યુઅલ પણ મોંઘુ થયું હતું. દિલ્હીમાં એર ટર્બાઈન ઈંધણની કિંમત વધીને 116851.46 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. અગાઉ 16 એપ્રિલે 711ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.