હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતેથી સાયકલોથોનનો પ્રારંભ થયો હતો. 10 અને 25 કિ.મી. એમ બે વિભાગમાં મેરેથોન યોજાઇ હતી. 10 કિ.મી.ની સાયકલોથોન પોલીસ હેડકવાર્ટરથી શરૂ થઇ ગર્વમેન્ટ પોલીટેનીક કોલેજ થી હાલાર સોલ્ટ વર્ક થઇ યુ ટર્ન લઇ જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે પુર્ણ થઇ હતી. જ્યારે 25 કિ.મી.ની સાયકલોથોન પોલીસ હેડકવાર્ટરથી શરૂ થઇ ગર્વમેન્ટ પોલીટેનીક કોલેજ થી રોજી પોર્ટ ગેઇટ થઇ યુ ટર્ન લઇ જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે પુર્ણ થઇ હતી. અને સાયકલોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને વિજેતાઓ માટે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ દોડમાં કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, આસી. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, સહિતના અધિકારીઓ, કોર્પોરેટરઓ, અગ્રણીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


