Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆફ્રિકાના માલાવીમાં ચક્રવાતથી તબાહી, 100થી વધુના મોત

આફ્રિકાના માલાવીમાં ચક્રવાતથી તબાહી, 100થી વધુના મોત

- Advertisement -

આફ્રિકન દેશ માલાવીમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફ્રેડીએ તબાહી મચાવી હતી અને તેને કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. ચક્રવાત તુફાનને કારણે વાતાવરણ ખુબ જ ખરાબ છે. ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને મૃતદેહો શોધવાનું કામ ચાલી રહ્યું છે.

- Advertisement -

ગઈકાલે ચક્રવાત દરમિયાન બ્લેન્ટાયર શહેરમાં રહેણાંક વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન મુજબ ફ્રેડીએ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી નોંધાયેલ સૌથી શક્તિશાળી ચક્રવાત પૈકીનું એક છે અને તે સૌથી લાંબો સમય ચાલતું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular