ઉત્તરાખંડમાં આવેલા બદ્રીનાથથી 1 ઓકટોબર 2021 ના રોજ સોમેશ પવાર નામના યુવકે ભારતના ચાર ધામની સાઈકલ યાત્રાનો સનાતન ધર્મના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સોમેશ પવાર બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ, રામેશ્ર્વરમ્-ક્ધયાકુમારી સુધીની આઠ હજાર કિલોમીટરની સાઈકલ યાત્રા શરૂ કર્યા બાદ બે દિવસ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહોંચ્યો હતો અને ત્યાંથી ગત રાત્રિના સમયે નિકળીને આજે સવારે જામનગર આવ્યો હતો. સોમેશ આ ચાર ધામની આઠ હજાર કિ.મી.ની ત્રણ મહિનામાં પૂર્ણ કરશે અને આ યાત્રા દરમિયાન સનાતન ધર્મનો વ્યાપ વધારવા માટે પ્રચાર કરશે.