Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતસાઇબર સિકયોરિટીમાં ખૂટે છે નેશનલ લેવલની ઓથોરિટી !

સાઇબર સિકયોરિટીમાં ખૂટે છે નેશનલ લેવલની ઓથોરિટી !

આ પ્રકારનું કોઇ સતામંડળ (ઓથોરિટી) જ નથી : રાજેશ પંત

- Advertisement -

દેશભરમાં સાઇબર ક્રાઇમને નાથવા તથા શોધી કાઢવા ઘણો સંગઠનો છે પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ આવી કોઇ ઓથોરિટી (સતામંડળ) જ નથી ! આ ક્ષેત્રમાં આપણી આ મોટી ખામી છે. એમ એક સાઇબર ક્રાઇમ કંટ્રોલ નિષ્ણાંતે જણાવ્યું છે.

મંગળવારે નેરનલ સાઇબર સિકયોરિટી કો-ઓર્ડિનેટર રાજેશ પંતએ જણાવ્યું કે, આ મોટી ખામી છે. તેઓએ એમ પણ કહ્યું કે, નેશનલ સાઇબર સિકયોરિટી સ્ટ્રેટેજી ગોઠવાઇ રહી છે. તે માટેની દરખાસ્ત છે. જે દરખાસ્તને કારણે આ ક્ષેત્રમાં જે મિસિંગ છે. તે જરૂરિયાત પૂર્ણ થઇ શકે છે. સિકયોટી ફ્રેમ વર્કનો આ ગેપ આ દરખાસ્તથી બૂરાઇ શકે છે, ઘટી શકે છે.

તેઓએ જણાવ્યું કે, આ ક્ષેત્રમાં આપણી પાસે ઘણાં અને કુશળ સંગઠનો છે અને, પાછલાં એક વર્ષમાં આ સંગઠનોને સાઇબર સ્પેસમાં નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પંત એ જણાવ્યું કે, પૂર્ણ રીતે પ્રોફેશ્નલ પધ્ધતિથી કામ કરતી હોય એવી નેશનલ કક્ષાની સર્વોચ્ચ બોડી આ ક્ષેત્રમાં આપણે હજૂ સૂધી વિકાસાવી શકયા નથી, તે મુદ્દો વિચારવો આવશ્યક છે. દેશની સાઇબર સિકયોરિટી માટે કોઇ નેશનલ સંસ્થા કે, મંત્રાલય નથી જેને આપણે આ કામગીરી માટે જવાબદાર ઠરાવી શકીએ.

આપણે આ મુદ્દો ઝડપથી, સૌ પ્રથમ હાથ ધરવો જોઇએ. કારણ કે, સાઇબર ક્રાઇમ સ્ટ્રેટેજીમાં તે સૌથી વધુ મહત્વનું છે. માઇક્રોસોફટ કંપની દ્વારા સાઇબર સિકયોરિટી ઇન ઇન્ડિયા વિષય પર દિલ્હી માં મંગળવારે એક વર્ચ્યૂઅલ કાર્યકમ યોજાયેલો જેમાં રાજેશ પંતએ આ વાતો કહી હતી.

2013માં ભારત સરકારે સાઇબર સિકયોરિટી ફેમવર્ક ડેવલોપ કર્યું ત્યારથી સરકાર આ ક્ષેત્રમાં આગળ વધવા કામ કરી રહી છે.

- Advertisement -

સાઇબર સિકયોરિટી માટેની સ્ટ્રેટેજીની દરખાસ્ત અંતિમ મંજૂરી માટે પ્રધાનમંડળ સમક્ષ રજૂ થયેલી છે. હાલમાં જુદાં જુદાં મંત્રાલય હેઠળ સાઇબર ક્રાઇમને નાથવા પ્રયાસો થાય છે, જે એક સેન્ટ્રલ છત્ર હેઠળ આપવા જોઇએ, પંતે કહ્યું.

15 ઓગસ્ટ, 2020ના દિવસે પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી કે-સાઇબર ક્રાઇમ નિયંત્રણ ક્ષેત્રમાં આવતાં વર્ષોમાં બહુ પરિમાણો ધરાવતી નેશનલ સ્ટ્રેટેજી આવી રહી છે. સરકાર તે દિશામાં કામ કરે છે. સૌ આ સ્ટ્રેટેજીની એક વર્ષ કરતાં વધુ સમયથી રાહ જોઇ રહ્યા છે. આ સ્ટ્રેટેજી હાલમાં પાંચ વર્ષ માટે ઘડવામાં આવી છે. પરંતુ કેન્દ્રીય પ્રધાનમંડળે તેના પર હજૂ મંજૂરીની મહોર લગાવી નથી.

- Advertisement -

અત્રે નોંધનિય છે કે, વર્ષ 2020માં વિવિધ સાઇબર એટેક-ક્રાઇમના કારણે દેશવાસીઓએ રૂા.124000 કરોડની નુકસાની સહન કરવી પડી છે. દેશમાં સાઇબર એટેક 500 ટકાની ગતિએ વધી રહ્યા છે ! સૌથી વધુ સાઇબર એટેક સહત કરનારા દેશોની યાદીમાં આપણું સ્થાન છે ! 30 ટકાથી વધુ સાઇબર એટેક માત્ર અમેરિકાથી થઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular