Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠંડીથી પક્ષીઓને રક્ષણ માટે પક્ષીઘરમાં પડદા લગાવાયા - VIDEO

જામનગરમાં ઠંડીથી પક્ષીઓને રક્ષણ માટે પક્ષીઘરમાં પડદા લગાવાયા – VIDEO

જામનગર શહેરમાં ઉતરાણ પૂર્વે છેલ્લા 3થી 4 દિવસથી વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટ તરફ પ્રયાણ કરી રહ્યો છે. લઘુતમ તાપમાન 10.2 ડીગ્રી નોંધાતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતાં. ઠંડીથી માનવીઓની સાથે સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી.

- Advertisement -

જામનગર શહેરમાં શિયાળાનો અસલ મીજાજ હવે જોવા મળી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી શહેરીજનો કડકડતી ઠંડી સામનો કરી રહ્યા છે. કડકડતી ઠંડીના પરિણામે શહેરમાં મોડીરાત્રે લોકોની ચહલ પહલ ઘટતી જઇ રહી છે. જામનગરમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 10.2 ડીગ્રી, મહત્તમ તાપમાન 25 ડીગ્રી, ભેજનું પ્રમાણ 63 ટકા તથા પવનની ગતિ 5.5 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી. ઠંડુનું જોર વધતા શહેરીજનો અકળાઇ ઉઠયા હતાં તેમજ દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં. જામનગરમાં ઠંડીથી જનજીવન ઠીગરાયું છે. તો બીજી તરફ માનવીઓની સાથે સાથે પશુ-પક્ષીઓની ઉપર પણ અસર જોવા મળી રહી છે. શહેરમાં પક્ષીઘરના પક્ષીઓને ઠંડીથી રક્ષણ માટે નેટ અને પદડા બાંધવામાં આવ્યા છે.

- Advertisement -

શહેરીજનો પણ ઠંડીથી રક્ષણ માટે રાત્રીના સમયે તાપણાનો સહારો લઇ રહ્યા છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ વધતા ચા-કોફી, સુપ, કાવો, ગરમ કઢેલુ દુધ સહિતની ગરમ ખાણીપીણીની માંગનો વધારો થઇ રહ્યો છે. રસ્તાઓ રાત્રીના સમયે સુમસાન બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular