જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી હતી અને ચોરીના બનાવને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દરમ્યાન LCBની ટીમે શહેરના સીટી-સી અને સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સાત અને રાજકોટમાં થયેલી 16 સહીત 23 ઘરફોડ ચોરીમાં જામનગરના બે શખ્સોને રૂપિયા 9.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ રૂપ બની ગયા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના થી LCBની ટીમે તપાસ આરંભી હતી દરમ્યાન દિલીપ તલાવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, ભગીરથ સિંહ સરવૈયા, અજયસિંહ ઝાલાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ જે વી ચૌધરી, પીએસઆઈ આર કે કરમટા, એસ પી ગોહિલ તથા સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, અશોક સોલંકી, નાનજી પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હિરેન વરણવા, દિલીપ તલાવાડીયા, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ મકવાણા, ધાના મોરી, નિર્મળસિંહ એસ જાડેજા, ઘનશ્યામ ડેરવાડિયા, યોગરાજસિંહ રાણા, કિશોર પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે વોચ ગોઠવી ખોડીયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલ ભાટ બંજારા, બાદલ રાહુલ ભાટ બંજારા નામના બે ભાઈઓને આંતરી લીધા હતા.
LCBની ટીમે બંને ભાઈઓ પાસેથી રૂપિયા 5.33 લાખની કિમતની 204 ગ્રામની સોનાની 19 નંગ બંગડી, રૂપિયા 2,20,300 ની કિમતના 4 કિલો 980 ગ્રામ ચાંદીના દાગીના, 82 હજારની રોકડ તથા 25 હજારની કિમતનું જીજે10સીએસ2130 નંબરનું ચોરાઉ બાઈક તથા વાહનો અને ઘરની 10 નંગ ચાવીઓ, 25 હાજરની કિમતના પાંચ નંગ મોબાઇલ તથા 10,500ની કિમતની 21 નંગ ઘડિયાળ તેમજ એક 25 હજારની કિમતનું બાઈક અને નેપાળ, અમેરિકા તથા ઇંગ્લેન્ડની ચલણી 19 નોટો સહીત કુલ રૂપિયા 9,22,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને તસ્કરોની પુછપરછમાં જામનગર શહેરમાં સીટી-સી અને સીટી-બી ડીવીઝનમાં થયેલી સાત ચોરી તથા છ માસ દરમ્યાન રાજકોટમાંથી 16 ઘરફોડ ચોરી મળી કુલ 23 ચોરી આચર્યાની કેફિયત આપી હતી જેના આધારે LCBએ વધુ તપાસ આરંભી હતી.