Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં લીમડા લાઈન ખાતેનું CSC હવે 24 કલાક ખુલ્લું રહેશે

જામનગરમાં લીમડા લાઈન ખાતેનું CSC હવે 24 કલાક ખુલ્લું રહેશે

કોમન સર્વિસ સેન્ટર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, LIC પ્રીમિયમ, વિવિધ બિલ તથા ટિકિટ બુકિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ

જરૂરિયાતમંદ નાગરિકોને તેમની અનુકૂળતા મુજબ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે ગુજરાતનું સૌપ્રથમ ૨૪-કલાક કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) જામનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી આ વિશેષ ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ થશે.

- Advertisement -

​આજની વ્યસ્ત જીવનશૈલીમાં, નોકરિયાત અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઓફિસના કલાકો દરમિયાન સરકારી સેવાઓ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા કેન્દ્રના સંચાલકે 24-કલાક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ કેન્દ્ર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો; વીજળી, ગેસ અને ટેલિફોન બિલ તથા LIC પ્રીમિયમ જેવા બિલ પેમેન્ટ; જીવન પ્રમાણપત્ર, વીમા, નેશનલ પેન્શન સ્કીમ અને તમામ પ્રકારની લોન જેવી નાણાકીય સેવાઓ; તેમજ ST, રેલવે અને પ્લેન ટિકિટ બુકિંગ જેવી યાત્રા સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ઉદ્યોગ આધાર અને ટેલિ-લો કાનૂની સલાહ જેવી વ્યવસાયિક અને કાયદાકીય સેવાઓ પણ અહીંથી મળી રહેશે. લીમડા લાઈન, શેરી નંબર ૨, ખાતે આવેલું આ કેન્દ્ર શહેરના તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular