Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબાલા હનુમાન મંદિરે રામનવમી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર

બાલા હનુમાન મંદિરે રામનવમી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર

જામનગરમાં ગઇકાલે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે વહેલીસવારથી જ ભાવિકભકતો મોટી સંખ્યામાં બાલા હનુમાન મંદિરે દર્શનાથે ઉમટયા હતાં. બાલા હનુમાન મંદિરે દિવસભર ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓએ પણ આરતી તથા પુજાનો લાભ લીધો હતો. બાલા હનુમાન મંદિરે રામનવમી નિમિત્તે મહાઆરતી સહિતના આયોજનો થયા હતાં. શહેરીજનો સવારથી જ મોટીસંખ્યામાં ઉમટી રામનવમી નિમિત્તે દર્શન તથા સંકિર્તનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. બપોરબાદ બાલા હનુમાન મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. મોડીરાત્રિ સુધી દર્શનાર્થીઓ જોવા મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular