જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ ભોગ બનનારના પિતા દ્વારા કરવામાં આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના મેઘપર ગામના વાડી વિસ્તારમાં રવિવારે સાંજના સમયે એક ખેડૂત અને તેની સાત વર્ષની પુત્રી ખેતરે ખેતી કામ કરતા હતાં તે દરમિયાન સાત વર્ષની માસુમ બાળકી વાડીના સેઢા પાસે રમતી હતી તે દરમિયાન એક નરાધમે આવીને બાળકીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરતા માસુમ બાળકીએ બુમાબુમ કરતા નરાધમ ત્યાંથી નાશી ગયો હતો. પુત્રીની બુમાબુમથી પિતા સ્થળ પર દોડી આવ્યા હતાં અને ત્યારબાદ પિતાએ બનાવ અંગેની જાણ કરતા પીએેસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી મેઘપર ગામના જ એક શખ્સને આંતરીને પૂછપરછ હાથ ધરી હતી.