Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકાની સગીરાની છેડતી કરી વિડીયો વાયરલ કરતા ત્રણ શખ્સો સામે ગુનો

દ્વારકાની સગીરાની છેડતી કરી વિડીયો વાયરલ કરતા ત્રણ શખ્સો સામે ગુનો

છેડતીનો વીડિયો બનાવી અપમાનિત કરી ધમકી: પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ આરંભી

- Advertisement -

દ્વારકામાં રહેતા એક ગરીબ પરિવારની સગીર પુત્રીની સાથે શારીરિક રીતે છેડતી કરી અને તેણીનો વિડીયો ઉતારી અપમાનિત કરવા સબબ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં રહેતા એક ગરીબ પરિવારની પુત્રીને વરવાળા ગામના દેવરાજ ઉર્ફે જય રાજુભાઈ વારસાકીયા નામના શખ્સે શારીરિક અડપલા કર્યા હતા. આ ઉપરાંત અન્ય એક શખ્સ આર્યન ઈકબાલ મીર (રહે. વરવાળા) એ પણ સગીરાની મરજી વિરુદ્ધ છેડતી કરી હતી. જ્યારે ધવલ ગાગુભા માણેક (રહે. દ્વારકા) નામના શખ્સે મોબાઈલમાં આ અંગેનું વિડીયો શુટીંગ ઉતારી લીધું હતું. ત્યારબાદ ભોગ બનનાર સગીરાને સાથે શારીરિક અડપલા કરવા દેવાનું કહેતા તેણીએ ના કહી દીધી હતી. જેથી આરોપીઓએ સગીરાને અપમાનિત કરી, અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ભોગ બનનારના માતાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 354 (બી), પોક્સો એક્ટ તથા એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે. જે સંદર્ભે એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી એસ.એચ. સારડા દ્વારા આગળની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular