Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દારૂના દરોડામાં સાત શખ્સો વિરૂધ્ધ ગુનો

જામનગરમાંથી દારૂના દરોડામાં સાત શખ્સો વિરૂધ્ધ ગુનો

જામનગરના જલારામનગર વિસ્તારમાં એક પાનનો વિક્રેતા બીયરના ટીનનું વેચાણ કરતાં પકડાયો: દરેડ નજીકથી બે નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો: સર્વોદય સોસાયટીમાંથી રહેણાંક મકાનમાંથી 17 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી : બાવરીવાસ પાસેથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગરના જલારામ નગર વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન નો વિક્રેતા પોતાની દુકાનમાં બીયરના ટીનનું વેચાણ કરતાં પોલીસના હાથે પકડાઈ ગયો છે. જેને બિયરનો જથ્થો સપ્લાય કરનાર અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે. જામનગરમાં સર્વોદય સોસાયટીમાંથી 8500 ની કિંમતની 17 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ રહેણાંક મકાનમાં રાખનાર બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ છે. જામનગરના બાવરીવાસ નજીકથી રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો. જામનગરના મહાવીર સર્કલ દરેડ પાસેથી રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરમાં સાત રસ્તા પાસે જલારામ નગરમાં આવેલી બજરંગ પાનની દુકાનના સંચાલક નાથાલાલ કાનાભાઈ મારુ દ્વારા પોતાની દુકાનમાંથી ખાનગીમાં બીયરના ટીન નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દુકાનમાંથી છ નંગ બીયરના ટીન કબ્જે કરી લીધા હતા અને દુકાનદારોની અટકાયત કરી છે.

પોલીસ પૂછપરછમાં તેને ઉપરોક્ત બીયરનો જથ્થો જામનગરના દિનેશભાઈ નરસિંભાઈ લીંબાસીયાએ આપ્યો હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

બીજો દરોડો, સર્વોદય સોસાયટી વિસ્તારમાંથી શક્તિસિંહ વિક્રમસિંહ વાઘેલા ઉપરાંત જયરાજસિંહ હસમુખસિંહ જાડેજાને 17 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડી પાડયા છે. ત્રીજો દરોડો, વુલન મિલ ફાટક પાસેથી આદિલ હારૂનભાઇ બ્લોચ ને પણ ઈંગ્લીશ દારૂની બાટલી સાથે પોલીસે પકડી પાડયો છે.

ચોથો દરોડો, જામનગરમાં દરેડ જીઆઇડીસી ફેસ-3 મહાવીર સર્કલ પાસેથી રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે પોલીસે રેઈડ દરમિયાન જયપાલસિંહ કલુભા રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular