Saturday, December 6, 2025
Homeરાજ્યમેવાસા ગામે મિત્રના ઘરમાંથી રોકડ તથા મોબાઇલની ચોરી કરતા શખ્સ સામે ગુનો

મેવાસા ગામે મિત્રના ઘરમાંથી રોકડ તથા મોબાઇલની ચોરી કરતા શખ્સ સામે ગુનો

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા લખુભાઈ ભોજાભાઈ મકવાણા નામના 40 વર્ષના યુવાને આ જ ગામના ભીખુ એભા જોગલ નામના શખ્સ સામે રૂા. 14,000 રોકડા તથા રૂા. 5,000 ની કિંમતનો એન્ડ્રોઇડ ફોન ચોરી કરીને લઈ જવા સબબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી તથા ફરિયાદી મિત્ર હોય, મિત્રતાના દાવે લખુભાઈએ ભીખુ જોગલને પોતાના ઘરે પ્રોગ્રામ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન ફરિયાદી લખુભાઈ બહાર જતા મોકાનો લાભ લઇ, ભીખુએ ઓશિકા નીચે રાખવામાં આવેલા રોકડ તથા મોબાઇલની ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ભાણવડ પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular