કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મસરીભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 55 વર્ષના આધેડે તેમના ભત્રીજા પરબત કેસુર ગોજીયા સામે પથ્થરના ઘા મારી, ઈજાઓ કર્યાની તથા ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી મસરીભાઈની વાડીની બાજુમાં આજુબાજુના ખેડૂતો તળાવનો કાઢીયો રિપેર કરતા હોય અને ત્યાં ફરિયાદી મસરીભાઈનું જેસીબી ચાલુ હોય, જેથી પરબતે ત્યાં આવી એને જેસીબી બંધ કરી દેવાનું કહી ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.