આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાબેના રાણીવાવ નેસ વિસ્તારમાં રહેતા રાણાભાઈ સુરાભાઈ ચાવડા ગામના 44 વર્ષના રબારી યુવાનના ભાઈને ગત તા. 27 મીના રોજ અકસ્માત થતા આ અંગેનો ખાર રાખીને ઘુમલી વિસ્તારમાં રહેતા કારા નારણ ચાવડા, મેરુ નારણ ચાવડા, લખમણ લાખા ચાવડા, સામત લખમણ ચાવડા, ખીમા ચના ચાવડા, ભરત ચના ચાવડા, રમેશ ચના ચાવડા અને કારુ જેસા ચાવડા નામના આઠ શખ્સો ગેરકાયદેસર રીતે મંડળી રચી અને કુહાડી તથા ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આ શખ્સો દ્વારા ફરિયાદી રાણાભાઈ ચાવડાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઠેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 504, 506 (2), 114, 143, 147, 148 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.