Tuesday, April 7, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં બાઇકચાલકને ધમકી આપનાર સામે ગુનો

ભાણવડમાં બાઇકચાલકને ધમકી આપનાર સામે ગુનો

યુવાનની બાઇક સાથે કાર અથડાવી સર્જ્યો અકસ્માત : જાનથી મારી નાખવાની આપી ધમકી

ભાણવડ તાલુકાના મેવાસા ગામના યુવાન મોટરસાયકલ પર પોતાના ભત્રીજા સાથે શાકભાજી લેવા જતા હતા. દરમ્યાન ભૂતવડ ડાડાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે બેફિકરાઇથી અને પુરપાટ ઝડપે આવેલા ઇકો ચાલકએ બાઇકને હડફેટ લેતા યુવાન તથા તેના ભત્રીજા ફંગોળાઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર ખાતે રહેતા સુરેશભાઈ વિરમભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાન તેમના ભત્રીજા સાથે મોટરસાયકલ પર બેસીને શાકભાજી લેવા જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડમાં ભુતવડ ડાડાના મંદિર પાસે પહોંચતા એક ઈક્કો મોટરકારમાં આવેલા મેવાસા ગામના કિશોર જેઠાભાઈ ચાવડાએ ફરીયાદી સુરેશભાઈ ચાવડાના મોટરસાયકલ સાથે પોતાની ઈક્કો કાર અથડાવીને તેમને નીચે પાડી દીધા હતા. આટલું જ નહીં, આરોપી કિશોર ચાવડાએ કહેલ કે “તું કેમ સાઈડમાં ગાડી નથી ચલાવતો?” તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, છરી વડે ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

- Advertisement -

આ બનાવ અંગે જાણ કરાતા વિધિવત્ ફરિયાદ નોંધી ભાણવડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular