ભારતીય ટીમના બેટ્સમેન રિષભ પંતની કારનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં રિષભ પંત ગંભી રીતે ઈજાગ્રસ્ત થયો છે. પંત જ્યારે દિલ્હીથી તેના ઘરે આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો, ત્યારબાદ તેને તુરંત રુડકીથી દિલ્હી રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પંતની હાલત સ્થિર છે.
પંતની કાર રૂડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ પાસે રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે કાર બળીને રાખ થઈ હતી.
આ અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેના માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પંતની પીઠ અને ખભામાં પણ ઈજાઓ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર રિષભ પંતની હાલત સ્થિર છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ પંતને દિલ્હી રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.