Saturday, December 6, 2025
Homeસ્પોર્ટ્સ128 વર્ષ બાદ ઓલમ્પિકમાં રમાશે ક્રિકેટ

128 વર્ષ બાદ ઓલમ્પિકમાં રમાશે ક્રિકેટ

2028ની ગેમ્સમાં સામેલ કરવાની IOCએ આપી મંજૂરી

ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવાની મંજૂરી મળી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એ 2028 ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની ભલામણને મંજૂરી આપી હતી.

- Advertisement -

તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટ રમાઈ હતી, જેમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ICC એ લોસ એન્જલસ 2028 સમિતિ સમક્ષ તેની રજૂઆત દરમિયાન પુરૂષો અને મહિલાઓ બંને માટે 6-6 ટીમોના ટૂર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ભાગ લેનાર ટીમો એક ફિક્સ તારીખે ICC પુરૂષો અને મહિલા T20 રેન્કિંગમાં ટોચની 6 રેન્ક કરનારી ટીમો હશે. જોકે, ટુર્નામેન્ટના ફોર્મેટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

- Advertisement -

1900 સમર ઓલિમ્પિકમાં એકમાત્ર ક્રિકેટ મેચ ફ્રાન્સમાં ગ્રેટ બ્રિટન અને યજમાન ફ્રાન્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ગ્રેટ બ્રિટને જીતી હતી ત્યારથી ક્રિકેટનો ક્યારેય ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 1904ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, કોઈ ટીમ રમવા માટે મળી ન હતી અને તે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી.

ક્રિકેટ ઉપરાંત, બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વાશ અન્ય 4 રમતો 2028માં ઓલિમ્પિકનો ભાગ બનશે. આ પણ વાંચો: ક્રિકેટની 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં એન્ટ્રી થવાની સંભાવના, 2028ની ગેમ્સમાં સામેલ કરવાની જાહેરાત થઈ શકે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular