જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલા જેસીઆર સિનેમા નજીક મોબાઇલમાં 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રન ફેરનો જૂગાર રમાડતા શખ્સને એલસીબીની ટીમે રૂા.7550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ઠેબા ચોકડી નજીક આવેલા જેસીઆર સિનેમા પાસે રવિવારે સાંજના એશિયા કપ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતો હોવાની અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.જે. ભોયે તથા ટીમ દ્વારા રેઈડ દરમિયાન સાગર અશોક ચાન્દ્રા નામના શખ્સને દબોચી લઇ તેના કબ્જામાંથી રૂા.2550 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.7550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ સટ્ટાની કપાત લાવડિયાના ભાવેશ ગંઢા પાસે કરાવતો હોવાનું ખુલતા એલસીબીની ટીમે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.