જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર તથા હારજીત કરાવતા શખ્સને રૂા.10000 ની કિંમતના મોબાઇલ ફોન સાથે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો.
દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર આવેલી સાયોના શેરીમાં જાહેરમાં ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ મેચમાં દિલ્હી અને લખનઉ વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર અને હારજીતના સોદા કરતા લાખા નથુ ગોરિયા નામના શખ્સને રેઈડ દરમિયાન સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો પુછપરછ હાથ ધરતા આ સોદાની કપાત રવિ કનારા અને ભીમા કરમુર પાસે કરતો હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી લાખાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.