જામનગર શહેરમાં નુરી ચોકડી નજીક જાહેરમાં મોબાઇલ પર આઈપીએલ 20-20 ના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રોકડ અને મોબાઇલ મળી રૂા.10,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નુરી ચોકડી પાસે જાહેરમાં મોબાઇલ પર આઈપીએલ 20-20 માં પંજાબ કિંગ્સ અને લખનાઉ સુપર વચ્ચે રમાતા ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ચેતન ચંદુ મજીઠીયા નામના શખ્સને ઝડપી લઇ રૂા.3,600 ની રોકડ અને રૂા.7,000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.10,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા 93245 55222 નંબરના મોબાઇલ ધારક પાસે સોદાઓ કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.