જામનગર શહેરમાં એસટી ડીવીઝન પાસે આવેલા સનમ સોસાયટીમાં જાહેરમાં રોડ પર ક્રિકેટનો ડબ્બો ચલાવતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.15,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં એસટી ડીવીઝન પાસે આવેલા સનમ સોસાયટી શેરી નં.3 માં જાહેર રોડ પર આસીફ ઉર્ફે ભુરો અબ્દુલ રસીક સોનેરા નામનો શખ્સ મોબાઇલમાં ક્રિકેટ ફાસ્ટ લાઈન નામની એપ્લીકેશનમાં દિલ્હી કેપિટલ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી ઈન્ડિયન પ્રીમીયર લીગ 20-20 ના જીવંત પ્રસારણ ઉપર રનફેરના સોદા કરી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન આસીફ ઉર્ફે ભુરો અબ્દુલ રસીક સોનેરા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.10,800 ની રોકડ રકમ અને રૂા.5,000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.15,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પૂછપરછ હાથ ધરતા આસિફ કૈલાશભાઈ મો.8264045108, રામસિંહ મો.9898712551, ભાવેશભાઇ મો.9924049140 નામના ત્રણ શખ્સો પાસેથી સોદા કરી અને સાહીલ અબ્બાસ બ્લોચ (રહે. મીણાદાતાર મો.8758052000) પાસે કપાત કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.