Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સઆજથી બે મહિના ક્રિકેટ કાર્નિવલ

આજથી બે મહિના ક્રિકેટ કાર્નિવલ

અમદાવાદમાં ધમાકેદાર રંગારંગ કાર્યક્રમ સાથે આઇપીએલનો પ્રારંભ : ગુજરાત-ચેન્નાઇની ટીમો વચ્ચે થશે ટકકર : દર્શકોની ચિચિયારોથી ગુંજી ઉઠશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

- Advertisement -

ભારત જ નહીં બલ્કે આખા વિશ્વના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી આઈપીએલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે સાંજે 7:30 વાગ્યાથી ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે.

- Advertisement -

એકંદરે આજથી બે મહિના સુધી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિકેટનું ધડાધડ પતન, કાંટે કી ટક્કર સમી મેચનો રોમાંચ જોવા મળશે. આજે મુકાબલો શરૂ થાય તે પહેલાં ધમાકેદાર ઓપનિંગ સેરેમેની યોજાશે જેમાં બોલિવૂડના સ્ટાર કલાકારો ધમાલ મચાવતાં જોવા મળશે. અંદાજે ચાર વર્ષ બાદ આઈપીએલમાં ફરી ઓપનિંગ સેરેમનીની વાપસી થઈ છે. ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ સાંજે 6 વાગ્યાથી થશે જેમાં એક લાખથી વધુ ક્રિકેટરસિકો હાજર રહે તેવી શક્યતા છે.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહની સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના પણ પરફોર્મન્સ કરતી જોવા મળશે. આ ઉપરાંત કેટરીના કૈફ અને ટાઈગર શ્રોફ પણ ધૂમ મચાવતો જોવા મળી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે આઈપીએલની ઓપનિંગ સેરેમેની સાંજે છ વાગ્યાથી યોજાવાની છે ત્યારે તેમાં બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. બીજી બાજુ પહેલીવાર ઓપનિંગ સેરેમનીમાં ડ્રોનનો લાઈટ-શો જોવા મળશે. આઈપીએલના ઉદ્ઘાટન સમારોહને ભવ્ય બનાવવા 1500 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ ડ્રોન આકાશમાં આઈપીએલનો લોગો, વિજેતાની ટ્રોફી અને ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ કરતા હોય તેવા આકારનું સર્જન કરશે. આ શો માટે છેલ્લા બે દિવસથી રિહર્સલ ચાલી રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહ 45 મિનિટ સુધી ચાલશે જેમાં એક એકથી ચડિયાતા આકર્ષણો જોવા મળશે. આઈપીએલની પહેલી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાવા જઈ રહી છે ત્યારે ચેન્નાઈ-ગુજરાત વચ્ચેની રોમાંચક જંગને નિહાળવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે વરસાદ પડવાની શક્યતાને કારણે ક્રિકેટરસિકોની સાથે જ આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular