જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 17 ના ખૂણે મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.15,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં 17 દિગ્વીજય પ્લોટના ખુણે જાહેરમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતા વન-ડે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલમાં વોટસએપથી ચેટ કરી રનફેર અને હારજીતના સોદાઓ પાડતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારણ બારડ નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઝડપી લઇ રૂા.10,100 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.15,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ સટ્ટામાં લાલો 989875614189 અશોશભાઇ 7624012419 , અમિત ઠકકર 8849446407 નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.