જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતા ખેડૂત યુવાને પટેલ કોલોની શેરી નં.9 માં પાર્ક કરેલી રૂ.11.50 લાખની કિંમતની ક્રેટા કાર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને ખેતી કરતા દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા કિરીટસિંહ કેર નામના યુવાને તા.16 ના બપોરના સમયથી તા.18 ના સવાર સુધીના સમય દરમિયાન તેની રૂા.11.50 લાખની કિંમતની હુન્ડાઈ કંપનીની જીજે-37-એમ-4449 નંબરની ક્રેટા કાર પાર્ક કરી હતી. આ સમય દરમિયાન પટેલ કોલોનીમાંથી ક્રેટા કાર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. ક્રેટા કારની ચોરી અંગેની જાણ કરતા પીએસઆઈ પી.એન. પટેલ તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.