એક બાજુ જીવદયાના વાતો કરાય છે જયારે બીજી બાજુ શહેરોમાં રસ્તા પર રખડતા મૂંગા પશુઓની દરકાર લેનાર કોઇ નથી. કોરોના બાદ તો પાંજરાપોળ અને ગૌશાળાઓની ય આર્થિક દશા એટલી હદે બગડી છે કે, પશુઓના ધાસચારા અને જાળવણી માટે ય નાણાં નથી. આ સ્થિતિને કારણે રખડતા ઢોરની સંખ્યા દિનેદિને વધી રહી છે.
કેન્દ્રીય પશુપાલન વિભાગના રિપોર્ટ મુજબ,ગુજરાતમાં વર્ષ 2021માં રખડતા ઢોરોની સંખ્યા 2,92,462 હતી વર્ષ 2019માં રખડતા ઢોરની સંખ્યાવધીને 3,43,918 થઇ છે. મહત્વની વાત તો છે કે, દિલ્હી, ગોવા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક સહિતના રાજયો કરતાં વિકસીત ગુજરાતમાં રખડતા ઢોરની સંખ્યા વધુ છે. રખડતા ઢોરો શહેરોમાં વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યાં છે.આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા વકરી છે તેમાં ય અહમ ભૂમિકા રખડતા ઢોરની છે. આ જોતાં જો રખડતા માદા પશુઓમાં કૃત્રિમ ગર્ભધાન કરવામાં આવે તો તેની જાળવણી થઇ શકે છે.
આખાય દેશમાંરખડતા ઢોરની સંખ્યા50,21,587 સુધી પહોંચી છે. ત્યારે આવા મૂંગા પશુઓનો સદપયોગ કરવા અને સારી ઓલાદના બળદ, ગાય અને ભેંસની સંખ્યા વધારવા કેન્દ્રીય પશુપાલન વિભાગે વિચારણા હાથધરી છે.એટલું જ નહીં, કૃત્રિમ ગર્ભધાનને પ્રોત્સાહન આપવા નકકી કર્યું છે. ખાસ કરીને ખેડૂતો કૃત્રિમ ગર્ભધાનમાંવધુ રસ દાખવે તે માટે પશુપાલન વિભાગેસક્રિય પ્રયાસો કરી રહ્યું છે.
રસ્તે રઝળતી ગાયોને સારી ઔલાદ જન્મે તે માટે આ ગાયોને પ્રસૂતા બનાવાશે
કેન્દ્રીય પશુપાલન વિભાગની નવો કન્સેપ્ટ લાવવા વિચારણા