કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરના લીધે સમગ્ર દેશમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. રોજે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.આ સ્થિતિને કાબુમાં લેવા માટે કોવિડ ટાસ્કફોર્સ દ્રારા 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની માંગ કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટ દ્રારા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને લોકડાઉન અંગે વિચારવા કહ્યું છે.
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું છેકે કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન જરુરી છે. બીજી લહેરની ગંભીરતીને જોતા દેશમાં 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી છે. કોવિડ ટાસ્ક ફોર્સના આ સભ્યો એક અઠવાડિયાથી લોકડાઉન લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. દેશમાં લોકડાઉનના નિર્ણય અંગે સરકાર આજે નિર્ણય લે તેવી સંભાવનાઓ છે. જો સંપૂર્ણ લોકડાઉન નહી થાય તો આંશિક લોકડાઉન લાગવાની પણ સંભાવનાઓ છે. કેન્દ્ર દ્રારા ICMR અને એઈમ્સની આ સલાહ પર હજુ સુધી વિચાર કર્યો નથી. કોવિડ ટાસ્કફોર્સનું કહેવું છે કે દેશમાં કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવું જરૂરી છે.
અશોક યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલ દ્રારા જણાવવામાં આવ્યું છે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેર પીક પર આવી જશે. કોવિડ ટાસ્ક ફોર્સમાં એઇમ્સ અને આઇસીએમઆરના સભ્યો સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે જે મૃત્યુઆંક છે તેને ઓછો કરવા માટે ચેન તોડવી જરુરી છે.