વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરનો મહિમા બતાવતી, નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના સપનાને સાકર કરતી અને ન્યુ એડ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે ગુણવતા ધરાવતી જામનગરની એકમાત્ર સીબીએસઇ સ્કૂલ એટલે રાધિકા એડ્યુકેર સ્કૂલ. હાલમાં જ સ્કૂલ દ્વારા ધો. 8 થી 10માં ભણતા વિદ્યાર્થીઓને દેશના બંધારણનું મહત્વ સમજાવવા, દેશના કાયદાકીય માળખાનું સ્વરૂપ બતાવવા તેમજ ન્યાયાલય સાથે જોડયેલા લોકોથી વાકેફ કરવા (ક્લાર્ક, એડવોકેટ, જજ) તા. 21ના રોજ ન્યાયાલયની મુલાકાત કરવામાં આવી હતી. કુલ 55 વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયાલયની મુલાકાત કરવામાં આવેલ હતી. સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ મૌલિ અબ્રાહમ દ્વારા જિલ્લા કાનૂની સેવા સતા મંડલ (ડીએલએસએ) સાથે મળીને આ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સુનિતા યાદવ, ઈશા રવાની અને અજય પરમાર દ્વારા આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહે સ્કૂલના પગલાંને બિરદાવ્યુ હતું તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ શિવાની આચાર્યએ બધા વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મેમ્બર્સને ધન્યવાદ પાઠવ્યા હતા.