ગીર અભયારણ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનન મુદે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે ટકોર કરી કે ગીર અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કે ગીર અભયારણ અને વન્ય જીવોનું રક્ષણ સરકારની પ્રાથમિક જવાબદારી છે. ફોટોગ્રાફ અને વીડિયો હાઈકોર્ટના રેકર્ડ પર મુકાયા બાદ હાઇકોર્ટે કહયું કે, ગીર અભ્યારણ્ય અને વન્ય જીવ બાબતે બાંધછોડ નહીં ચાલે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી મહિને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ અને ભેસાણ તાલુકામાં આવેલું ગીર અભ્યારણ્યના વિસ્તારને સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 201 રમાં વન અને પર્યાવરસ મંત્રાલયે આ ઇકો સેન્સિટિવ ઝોન, એશિયાટિક સિંહો અને ત્યાંની જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે પરિપત્ર જાહેર કર્યા હતો અને ગીર અભ્યારણ્ય વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો અને નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતા અને વિવિધ પરવાનગીઓની જોગવાઇ કરવામાં આવી હતી. આ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગીર અભયારણ્યના વિસ્તારના પર્યાવરણ અને પરિસ્થિતિમાં પરિવર્તન આવે તેવી કોઇ મોટી કામગીરી કે પ્રવૃત્તિ અહીં થઇ શકશે નહીં.
ગીર અભ્યારણ્યમાં ગેરકાયદે ખનન મુદ્દે ગુજરાત સરકારને અદાલતની ટકોર
અભ્યારણ્ય અને વન્ય જીવ બાબતે કોઇ બાંધછોડ નહીં ચાલે: હાઇકોર્ટ