Monday, December 23, 2024
Homeરાજ્યઆત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પતિને સજા ફરમાવતી અદાલત

આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પતિને સજા ફરમાવતી અદાલત

- Advertisement -

મુળ સલાયા અને હાલ સોડસલા વાડી વિસ્તારના એલિયાસ ખમીશા સંઘારના પત્ની આયશાબેને ગત તા.21-06-2017 ના રોજ પોતાના પતિ એલિયાસ ખમીસા તરફથી આપવામાં આવતા દુ:ખ ત્રાસ અને મારકૂટ સહન ન થતા અને આરોપી એલિયાશ તરફથી આયશાબેનને મરી જવા મજબુર કરતા આયશાબેને પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કર્યો હતો અને તે બનાવની ફરિયાદ ખુદ મરણજનાર આયશાબેને પોલીસ રૂબરૂ કર્યા બાદ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ચકચારી કેસ ખંભાળિયામાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફથી રજૂ થયેલા પુરાવાઓ લક્ષમાં લઇ આરોપી એલિયાસ અમીસા સંઘારને તકસીરવાન ઠરાવી આઈપીસી કલમ 306 મુજબના ગુના હેઠળના પાંચ વર્ષની સજા અને દંડ તથા આઈપીસી કલમ 498 હેઠળ છ માસની સજા અને દંડ કરીને આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશ કુમાર સી. દવે રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular