Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચેક રિર્ટન સંદર્ભે સજાનો આદેશ કરતી અદાલત

જામનગરમાં ચેક રિર્ટન સંદર્ભે સજાનો આદેશ કરતી અદાલત

- Advertisement -

કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે જામનગરના કિશીવ પેટ્રોલીયમના નામે પેટ્રોલપંપ ચલાવતા રામકુમાર હસમુખભાઈ ગજરા પાસેથી મુસ્તાક તારમામદ સમાએ ડેબીટમાં ડીઝલ ભરાવેલ અને બાદમાં ડીઝલના બાકી નીકળતી રકમની માંગણી કરતા મુસ્તાક તારમામદે ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં નાખતા અપુરતા ભંડાળને કારણે પરત ફરતા આ અંગે નોટીસ પાઠવી હતી. તેમ છતા મુસ્તાક તારમામદ દ્વારા રકમ પરત ન કરતા આખરે રામકુમાર ધ્વારા અદાલતમાં ચેક રીટર્ન અંગે મુસ્તાક વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ મુસ્તાક તારમામદ ગેરહાજર રહેતા અદાલત દ્વારા સખત અભિગમ અપનાવીને રામકુમારના વકીલ રાજેશ કે. વસિયરની દલીલો ધ્યાને લઈને મુસ્તાક તારમામદને સજા અને ચેકની રકમ જેટલો દંડ ફટકાર્યો અને દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ પણ કર્યો હતો. તેમજ હુકમ વખતે આરોપી હાજર ન રહેતા કોર્ટે સજા વોરંટ ઈસ્યુ કરી અને તેની બજવણી માટે ડી.એસ.પી. જામનગરને મોકલી આપેલ છે. ઉપરોકત કેસમાં ફરીયાદી રામકુમાર હસમુખભાઈ ગજરા તરફે વકીલ રાજેશ કે વસીયર, ભરત ઓ. ગંઢા તથા પંકજ પી. પટેલ રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular